Friday, June 9, 2023

9 June વાત વાગી ઘા ની જેમ

 સવારે 7 વાગ્યે ઊઠ્યો ફ્રેશ થઈ ને લેબ પર ગયો ત્યાં બેગ રેડી કરી વીજીત માં ગયો ફ્રી થઈ ને 9 વાગ્યે લેબ પર આવ્યો પછી સાડા દસ અગિયાર સુધી બૂક વાચી અને પછી ઇશ્વર સાથે એક ગેમ ચેસ રમી. પછી વસ્તુ ના વડા કર્યા અને સાડા બાર વાગ્યે ટિફિન જમ્યા પછી હું ઓરા કોસાડ માં સેમલ લેવા ગયો અને ત્યાંથી આવી ને પબજી ગેમ રમી અને સુઈ ગયો સાડા પાચ વાગ્યે ઊઠ્યો. 

બૂક વાચવા બેઠો ત્યાં કારણ નો ફોન આવ્યો નીચે આવ. હું જીચે ગયો અમે બને એ આલુપુરિ ખાધી અને વાતો કરી ત્યાં સાડા છ વાગી ગયા પછી લેબ પર ગયો ત્યાંથી ભૂમિ એ ઘૂઘરા અને બટેકા ભૂંગળાં લેવા મોકલ્યો. તે લઈ ને આવ્યો પછી નાસ્તો કર્યો અને PFP નું સેમ્પલ રન કર્યું અને પેશન્ટ ને બફી કોટ અને સીરમ આપ્યું. 

પછી થોડી વાર મોબાઈલ રમ્યો અને ગરબા ક્લાસ માં ગયો ત્યાંથી ઘરે આવ્યો. થોડી વાર મોબાઈલ રમ્યો વાઇફાઇ નો પાસપોર્ટ બદલ્યો પછી જમ્યો અને બૂક વાચી. પછી સાડા અગિયાર વાગ્યે ધાબે આવ્યો એક વાગ્યા સુધી પબજી રમી પછી પાબજી ને ડીલીટ કરી અને બ્રેકપ મોટીવેશન સાંભળ્યું અને રડ્યો પછી હવે આ ડાયરી લખું છું જે લખાઈ ગઈ અને હવે સુઈ જાવ હું. ગુડ નાઈટ.


[ સવારે હું અને ઇશ્વર ચેસ રમતા હતા ત્યારે ભૂમિ એ કહ્યું ઓલા છોકરા વાળા એ ના પાડી. ( 2-3 દિવસ પહેલા એક ડોકર ભૂમિ ને જોવા આવ્યો હતો એમને ના પાડી) 

પછી મે મજાક માં કહ્યુ આમાં મારે હસવું કે રડવું. બધા હસ્યા. પછી મે ભૂમિ ને કીધુ કઈ વાંધો નઈ કોઈ નો મળે તો આપડે ધવલ તો છેજ,( પહેલા મને વિચાર આવ્યો કે હું એને એમ કવ કે કઈ નઈ કોઈ નો મળે તો હું તો છું જ પરંતુ 8 તારીખ એ મે ભૂમિ અને ધવલ ની જે ચેટ વાચી હતી. એટલે હું એના થી દુર જ રહેવા માંગુ છું) તું ધવલ ને લાઈક કરે છે ધવલ તને લાઈક કરે છે પછી શું. (આ વાત એને ધા ની જેમ વાગી પરંતુ એ બહાર થી દેખાડતી હતી કે એને વાત થી કોઈ ફરક નથી પડ્યો) એમને કીધું તને કોને કીધું કે હું ધવલ ને લાઈક કરુ છું. એવા તો કેટલાય છે ઘોડો છે, મારે ધવલ સાથે કરવું હોય તો ક્યાર નું કરી લીધું હોય. નિશા સે પણ એમ જ કહ્યું કે એને ધવલ સાથે કરવું જોઈ તો એને કરી નો લીધું હોય મે કહ્યું કે એને આરેંજ મેરેજ કરવાના છે એટલે, ભૂમિ ફરી બોલી કે હું ધવલ ને લાઈક કરુ છું એવું તને કોને કીધું મે કહ્યુ ઇ ખબર પડી જાય. એમને મારી ઉપર થોડું પ્રેશર આપ્યું કે હું મે એને વાત ગોળ ફેરેવી ને કહ્યું કે તું કોઈને બેસ્ટી નથી કહેતી ધવલ ને કહે છે આ ઉપરાંત સવથી વધારે લેબ પર તારો કોઈ ફ્રેન્ડ આવતું હોય તો એ ધવલ છે પરંતુ એને મારી આ વાત પર વિશ્વાસ ન આવ્યો.

થોડી વાર પછી ફરીથી એને આ વાત ઉખેડિ અને કહ્યું મને કોઈએ એવું નથી કીધું તે કેમ આવું કીધું (ઇન્ડયરેકટ એ જાણવા માંગતી હતી કે મને ખબર કેમ પડી) મે એને કીધું કે મારે સાચું તને કહેવું નથી અને ખોટું બોલવું નથી( આ વાત પરથી એને શક ગયો કે મે એની ચેટ વાચી હસે પણ મે એના શક ને કંડ્યુજન માં જ રાખ્યો) એને કટાક્ષ માં કહ્યું કોઈ ની ચેટ વંચાઈ નઈ મે એને કહ્યું એકવાર મેનીશે પણ મજાક માં તને કીધું હતું ધવલ તારો બોય ફ્રેન્ડ છે એમ આજે મે પણ તને કીધું એમાં તને ઘા કેમ વાગ્યો અને આમાં ચેટ ની વાત જ ક્યાં આવી, તને એવું લાગ્યું હસે કે મે તારી અને ધવલ ની વોટ્સેપ ચેટ વાચી હસે એમ પણ મે કોઈ દિવસ તારી વોટ્સેપ ચેટ વાચી નથી. પછી એ ગુસ્સા માં કહેવા લાગી લપ કરમાં હવે ચૂપ થા. પછી વાત બંધ કરી દીધી. 

ધવલ ભૂમિ ને લાઈક કરી છે એ તો ખબર જ હતી પરંતુ ખરેખર આજે 100% ફાઇનલ થઈ ગયું કે ભૂમિ ધવલ ને લાઈક કરે છે. એક તો આજે એને જે ઘા વાગ્યો, એની ઈન્સ્ટાગ્રામ ની ચેટ, ધવલ વિશે કઈક કહીએ તો એને જલન થવી, વારંવાર ધવલ નું લેબ પર આવવું, કેટલીયે સ્ટોરી માંથી ઈન્સ્ટાગ્રામ માં મારી એક સ્ટોરી લાઈક કરવી, એનું એમ કહેવું કે મારે અરેંજ મેરેજ કરવાના છે એટલે મે પ્રપોઝલ ની ના પડી, આ ઉપરાંત પણ ઘણી એવી વાતો છે જે એ ધવલ ને વિચારી ને કહેતી અને મને લાગતું એ મને વિચારી ને કહે છે ( સ્ટાર્ટ અપ વેબસિરીઝ માં મોટા હાથ વિશે પણ આવું જ કઈક હતું ]

Disqus Comments