Sunday, June 11, 2023

10 June 2023

આજે તો સવારે મને વરસાદ એ ઉઠાડ્યો. સવારે વરસાદ ના છાટા આવ્યા પથારી સંકેલી ને નીચે આવ્યો ફ્રેશ થઈ ને સાડા સાત વાગ્યે ઝૂંપડી એ ગયો. ખવસા ખાધા અને કાલ ની અધૂરી ડાયરી લખવા બેસ્યો અત્યારે 8:36 થઈ છે હજુ ઝૂંપડી એ જ બેઠો છું બસ હવે આ લાસ્ટ લાઈન લખી હવે હું જાવ સંજય ગજેરા માં સેમ્પલ છે બાય.

સંજય ગજેરા માં સેમ્પલ લઈ ને લેબ પર ગયો સેમ્પલ પતાવ્યું અપચી બૂક વાંચવા બેસ્યો થોડી વાર બૂક વાંચી પછી થોડી વાર ખુરશી માં સુઈ ગયો પછી થોડી વાતો કરી બધા સાથે નિશા ને થોડી હેરાન કરી પછી મમી નો ફોન આવ્યો આજે એમને dentist ને બતાવવા જવાનું હતું એટલે ત્યાં ગયો ત્યાં થી ca પાસે ગયો ITR ફાઈલ કરવા બાબત એ અને ત્યાંથી ક્રિષ્ના માં સેમ્પલ લઈ ને લેબ એ આવ્યો. લેબ એ આવી ને પછી નાસ્તો લેવા ગયો નાસ્તો લઈ ને આવ્યો પછી બધા એ સાથે ટિફિન જમી લીધું અને પછી થોડી વાતો અને મસ્તી કરી ત્યાં બપોર પડી ગઈ.

આજે ભૂમિ અને ઇશ્વર ફાર્મ માં જવાના હતા એટલે એ લેબ એથી નીકળી ગયા અને હું સૂતો સૂતો રીલ જોવા લાગ્યો અને પછી સુઈ ગયો. સુઈ ને સાડા છ વાગ્યે ઊઠ્યો અને પછી ક્રિષ્ના માં સેમ્પલ લઈ ને આવ્યો. 

પછી ગરબા ક્લાસ માં ગરબા રમી ને ઘરે આવ્યો. જમ્યો અને શાવર લીધો પછી Think and grow rich બૂક વાંચી અને પછી ધાબે જઈ ને સુઈ ગયો.

Disqus Comments