Friday, September 8, 2023

30 AUG to 9 SEP 2023

આજે હું ટ્રેન માં બેઠો બેઠો એક દિવસ લખી રહ્યો છું આ દિવસ છે 30 ઓગસ્ટ રોજ ના રૂટિન ની જેમ આજે હું લેબ પર ગયો અને અને કામ કરવા લાગ્યો લગભગ બપોર ના 12 વાગ્યા ની આસપાસ હું સેમ્પલ લઈ ને લેબ પર આવ્યો ભૂમિ બાયોકેમેસ્ત્રી ડિપાર્ટમેન્ટ માં સૂતી હતી મેમ ઓફિસ માં હતા અને ઈશ્વર બાયો કેમેસ્ટ્રી કરી રહ્યો હતો મને ખબર પડી ગઈ કે ભૂમિ ને મજા નથી એટલે હું પણ ઈશ્વર ને કામ માં મદદ કરવા લાગ્યો થોડી વાર પછી મેમ જતા રહ્યા અને ભૂમિ ઓફિસ માં જઈ ને સુઈ ગઈ અમે કામ કરી રહ્યા હતા લગભગ એક કલાક પછી એ ઉઠી અને બાયો કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ માં આવી એમનું ટિફિન કાઢી ને જમવા લાગી એમનું મૂડ આજે ઓફ હતું મને લાગ્યું એને મજા નથી એટલે એવું હસે.

જમતાં જમતાં અચાનક એ બોલી "ઈશ્વર નેમિશ જે કંઈ પણ થયું એના માટે સોરી તે દિવસ એ મારે મેમ ને જઈ ને નોતું કહેવું જોઈતું. 

આ સાંભળી ને મારી psychology disturb થઈ ગઈ મગજ માં ઘણા બધા ઠોટસ આવવા લાગ્યા. ઈશ્વર એમની બાયો કેમેસ્ટ્રી પતાવી ને ઓફિસ માં જઈ સુઈ ગયો હું ત્યાં પીસી પર બેસેલો હતો અને મગજ માં ઘણા બધા વિચાર એક સાથે ચાલતા હતા જેમકે હું ભૂમિ ને સોરી કઈ દવ, મે ભૂમિ સાથે ખોટું કર્યું, હું કઈ રીતે સોરી કવ વગેરે.

થોડી વાર પછી ભૂમિ પાસે આવી ને કહ્યું બોવ વિચારમાં હવે જા સુઈ જા. મે ખૂબ હિંમત કરી અને બોલ્યો સોરી ભૂમિ ને હસુ આવ્યું એ બોલી જે થયું તે હવે સુઈજા જા મારો જ વાક છે પછી મારી આંખ માં આશું આવે એ પહેલા ફટાફટ હું બહાર સોફા પર જઈ ને સુઈ ગયો અને ખરેખર આખ માં આશુ આવી ગયા. મને રિયેલાઈજ થયું કે મે ભૂમિ ને હેરાન કરી છે હું એમની સાથે વાત સરખી રીતે ન કરતો. એની નાની નાની ભૂલો પર તોકતો વગેરે. અને એ દિવસ પછી અમે ધીમે ધીમે બોલતા થયા.

Disqus Comments