Wednesday, June 28, 2023

11 to 28 June

ખરેખર હું એમની વગર પણ નથી રહી શકતો અને હું એમની સાથે પણ નથી રહી શકતો. સવારે જ્યાં સુધી એ લેબ પર ના આવી હોય ત્યાં સુધી હું રાહ જોવ કે ક્યારે આવશે એ લેબ પર આવે અને હું એને જોવ પછી મને શાંતિ થાય. પહેલા મને બપોરે મને 2 થી 5 ઘરે ગયા વગર ચાલતું જ ન હતું અને હવે ઘરે જવું નથી ગમતું એમના થી જુદું થવું નથી ગમતું. જ્યારે એ લેબ પર ના આવી હોય એ દિવસે મને સુનું સુનું લાગે કઈક કમી છે એવું લાગે અને રવિવાર બપોર પછી તો હું સાવ એકલો હોવ, મને જરાક પણ મજા ના આવે. પહેલા એવું થતું કે રવિવાર ક્યારે આવશે અને હવે એવું થાય છે કે રવિવાર ના આવે તો સારું.

 અને હકીકત માં હું એમની સાથે પણ નથી રહી શકતો હું જ્યારે એમને મોઢે ધવલ કે ધોડા ની વાત સાંભળું એટલે મારું મૂડ ચેન્જ થવા લાગે જ્યારે એમના લગ્ન ની, સગાઈ ની કે છોકરો જોવા આવવાનો છે એવી વાતો સાંભળું એટલે ઓટોમેટિક મારું મૂડ બદલી જાય. એકવાર તો અમે અંદર બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ માં જમવા બેઠા હતા અને લગ્ન ની વાત શરૂ થઈ ત્યારે હું ટિફિન લઈ ને બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ માંથી બહાર આવી ગયો અને સોફા પર બેસી ને એકલા એ જમી લીધું. જેમ સ્ટોક માર્કેટ માં લોસ થાય ત્યારે ઓટોમેટિક મૂડ ચેન્જ થાય એમ જ અહીંયા પણ મારું મૂડ ચેન્જ થઈ રહ્યું હતું. મે એવું વિચારી ને મૂવી ડાઉનલોડ કર્યું કે અમે સાથે મૂવી જોઈશું પરંતુ જ્યારે હું એમને મૂવી જોવાનુ કવ ત્યારે એમને ના જોવું હોય અને એ જોતી હોય ત્યારે હું સેમ્પલ લેવા ગયો હોવ અથવા સુઈ ગયો હોવ. જ્યારે ઘરે હું મૂવી ડાઉનલોડ કરું ત્યારે એક વાર તો એવો વિચાર આવે જ કે હું કાલે એમની સાથે મૂવી જોઇશ પરંતુ પછી મેળ નઈ આવે એમ વિચારી નિરાશ થઈ ને એકલો જોઈ લવ. હું એમને કહ્યુ પણ કે આપડે સાથે મૂવી જોઈએ તો મજા આવશે પરંતુ એ મારી વાત સમજે તો તો બીજું શું જોઈએ. મારી એક્સપેક્ટેશન ની એક બે ને તણ થઈ જાય😞.

એમને મારા સબ કોંસ્યન્સ માઇન્ડ માં સ્પેસ બનાવી લીધી છે દિવસ માં નકરા એમને રિલેટેડ થોટ જ આવે એના કારણે હું મારા ગોલ પર ફોકસ પણ નથી કરી શકતો. હું ધીરે ધીરે એમના થી દુર જવાની કોશિશ કરી રહ્યો છું કારણ કે મને ખબર છે ત્યાં વાત આગળ વધે એમ નથી અને એમના નજીક જવામાં પણ મારે જ નુકશાન છે.

ફાઇનલી એક દિવસ મે આના વિશે ખૂબ વિચાર્યું. મે વિચાર્યુ કે જ્યારે એમનું ક્યાંક નક્કી થઈ જશે ત્યારે મારી હાલત શું થશે, જ્યારે એ એમના ફિયોન્સ સાથે ફોન માં વાત કરતી હસે અને હું જોઇશ ત્યારે મારું મગજ ફાટી જશે અત્યારે એ ઇમેજિન કરું છું તો પણ અઘરું લાગે છે છેવટે મે નક્કી કર્યું કે હું ભૂમિ થી દુર જતો રહ્યુ. પરંતુ એમના માટે મારે યુરેકા લેબ બેટર સેલરી જોઈએ જે કોઈ લોકલ લેબ વાળા ના આપી શકે. થોડા સમય વિચારી ને ફાઈનલી મે લેબ કરવા નો નિર્ણય લીધો અને મેડમ સાથે તથા મેહુલ સર સાથે પાર્ટનરશીપ માં લેબ કરવાની વાત કરી. 

આત્યારે મેહુલ સર સાથે વાત ચાલે છે અને ને બીજો ઓપ્શન પણ વિચાર્યો છે કે હું નિકુંજ સાથે પાર્ટનરશીપ માં લેબ કરીશ અને ત્રીજો ઓપ્શન પણ વિચાર્યો છે કે HCL Diagnostic માં ડે નાઈટ માં જોબ કરીશ તેમજ આ શિવાય મે પાછી બે દિવસ થી ટ્રેડિંગ કરવાનુ પણ ચાલુ કર્યું છે જેમાં આજે 10,800 નો પ્રોફીટ થયો છે.



Disqus Comments