Tuesday, August 1, 2023

1 Aug 2023

 અત્યારે મારું મગજ કામ પહેલા ની જેમ ઘણા બધા થોટ્સ થી ઘેરાઈ ગયું. કેમકે હું મસ્ત થઈ મે મૂવી જોઈ રહ્યો હતો ઓફિસ માં ટેબલ પર પગ હતો અને સોફા પર બેસેલી હતો ભૂમિ એ મારા પગ ને સ્પર્શ કરી ને મને બોલાવ્યો મે કાન માંથી બ્લુતુથ કાઢ્યું અને ભૂમિ એ મને પૂછ્યું કે તે ઋષિ સાથે શું વાત કરી અને હું એની વાત ને ઇગનોર કરી બ્લુતુથ કાન માં નાખી ને પાછો મૂવી જોવા લાગ્યો.

30-40 સેકન્ડ પછી પાછો ભૂમિ એ મને બોલાવ્યો મે કાન માંથી બ્લુતુથ કાઢ્યા એમને મને કહ્યું તારે આમ નાના છોકરા જેવું કરવાનુ છે મે એને કહ્યું મારે એ વિશે કોઈ વાત નથી કરવી અને ફરીથી હું બ્લુતુથ કાન માં નાખી ને મૂવી જોવા લાગ્યો. ભૂમિ એ ઘણા પ્રયત્ન કર્યા એ આગળ મગજમારી થઈ હતી એ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માંગતી હતી એના વિશે વાત કરી રહી હતી પણ હું જ નંગ જેવો કે મૂવી નું વોલ્યુમ ફૂલ કરીને મે એને ઈગનોર કરી. ખરેખર અત્યારે હું રડવાની હાલત માં છું કેમકે હું ભૂમિ ને હાલત એની પરિસ્થિતિ જોઈ નથી સકતો. હું પણ મજબૂર છું શું કરું જો મારો અને ભૂમિ વચ્ચે નો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો એ 1 મિનિટ નું કામ છે હું એને સોરી કઈ દવ એટલે વાત પૂરી પરંતુ એ પછી શું?

એ પછી મારે અને ભૂમિ ને પહેલા ની જેમ કલોજ ફ્રેન્ડશીપ થઈ જશે અને પછી પાછો પહેલા ની જેમ હું હેરાન થઈશ એને કોઈક છોકરો ભૂમિ ને જોવા આવશે એને મને ખબર પડશે ત્યારે હું રડીશ, એને અને ધવલ ને વાત કરતા જોઇશ ત્યારે હું sad થઇસ, હું એક્સપેક્ટેશન રાખીશ કે બપોરે હું અને ભૂમિ સાથે મૂવી જોઈએ પરંતુ હું ભૂમિ ને મૂવી જોવા બોલાવીશ અને કઈક કારણ થી ભૂમિ મૂવી જોવા નઈ આવે જે મને હર્ટ કરશે, હું ભૂમિ ને કહીશ કે આપડે નાસ્તો કરીએ અને ભૂમિ મને ના પાડશે ત્યારે મને હર્ટ થશે એના કરતા બેટર છે કે હું ભૂમિ થી દુર રહ્યુ કેમકે વો કિસી ઓર કી હૈ ફિલ્હાલ મે ઉસે કૈસે આપના બનાઉ, ના વો મેરી તકદીર મે હૈ ના મે ઉસકી કિસ્મત મે ફિર ભી ના જાણે ક્યું યે દિલ ઉસે પ્યાર કરતા હૈ. 

રિયલ માં હું ઘણા દિવસો થી એને ઇગ્નોર કરી રહ્યો છું એમના થી દુર રહેવા ની કોશિશ કરી રહ્યો છું ઘણા બહાના બનાવી રહ્યો છું, જોબ છોડવા માટે બીજી જોબ ગોતી રહ્યો છું, મુવ ઓન કરી રહ્યો છું પણ આજે હું ફરી થી જે દુઃખ ભરી સિચવેશન માં પહેલા હતો ત્યાં પાછો જતો રહ્યો.


મારું મગજ ખરાબ થયું એટલે સાવથી પહેલા મે વિચાર્યું મે હું ઋષિ સાથે વાત કરું મે ઋષિ ને મેસેજ કર્યો hi rushi પરંતુ મને એ વાત નો પ્રોબ્લેમ છે કે હું જે વાત ઋષિ ને કહીશ એ વાત ઋષિ ભૂમિ ને કહી દેશે. એટલે પછી મે ઋષિ ને મોકલેલો મેસેજ unsend કર્યો. મારી વાત જ એવી છે કે કોઈ પણ નોર્મલ વ્યક્તિ મારી વાત સમજી નઈ શકે. વાત એજ વ્યક્તિ સમજી સકે જે મારી જેવી સિચ્યુએશન માંથી ગુજરી ગયું હોય. એટલે પછી મે વિચાર્યુ કે હું ડાયરી લખું જેથી મારું મન પણ હળવું થઈ જશે. અને ખરે ખર એવુજ થયું ડાયરી લખતા લખતા હું રડ્યો પણ અને મારું મન પણ હળવું થઈ ગયું.



Disqus Comments